Monday, July 4, 2022

Ayurvedic Milk Benefits: દૂધમાં આ 5 વસ્તુ નાખીને પીવાથી કોરોના ભાગશે દૂર, અઢળક છે ફાયદા, જાણો બનાવવાની રીત


Ayurvedic Milk For Strong Immunity: દુનિયાના ઘણાં દેશોમાં કોરોના (coronavirus)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron variant) આતંક મચાવ્યો છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. રાજ્યોમાં કર્ફ્યુ અને સાવધાનીના પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાતાવરણમાં પણ ભારે પલટો આવવાને લીધે ઘણાં લોકો તાવ (Fever), શરદી-ઉધરસ (Cold and Cough) વગેરે બીમારીઓથી ગ્રસ્ત બન્યા છે. એવામાં લોકોને ફરી ઇમ્યુનિટી (Immunity) વધારવા માટે કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઇમ્યુનિટી મજબૂત બનાવવા માટે લોકો વધારે માત્રામાં વિટામિન સી (Vitamin C)નું સેવન કરે છે. આ ઉપરાંત, લોકો આયુર્વેદની પણ મદદ લઈ રહ્યા છે. કેટલાક લોકો શિયાળામાં ઉકાળો પી રહ્યા છે તો કેટલાક લોકો આયુર્વેદિક દૂધ (Aayurvedik Milk)નું સેવન કરી રહ્યા છે.

આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધ વિશે કહેવામાં આવ્યું છે જેનું સેવન સવારે કરવાથી શરીરની ઇમ્યુનિટી બૂસ્ટ (How to boost Immunity) થાય છે અને વાયરસ કે રોગથી બચાવમાં મદદ મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધવા ઉપરાંત આ દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે અને એનર્જી પણ જળવાઈ (Health Tips) રહે છે. આવો તમને આ દૂધ પીવાના ફાયદા અને તેને બનાવવાની રીત જણાવીએ.

આયુર્વેદિક દૂધ પીવાના ફાયદા

– શરીરની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બનાવે છે.

– યાદશક્તિ વધારે છે, જેથી શીખવાની ક્ષમતા વધે છે.

– આ શરીરમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, બ્લડની pH વેલ્યુ, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, જેથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોક, લોહીની બીમારીઓ, પેટની સમસ્યા, કિડની તેમજ લિવર પ્રોબ્લેમ્સ દૂર થાય છે.

– આ પુરુષોની જાતીય ક્ષમતા વધારે છે. સાથે જ આ સ્પર્મ કાઉન્ટ પણ વધારે છે જેથી ઇન્ફર્ટીલિટી દૂર થાય છે.

– મહિલાઓમાં હાડકાની કમજોરી અને પિરિયડ્સ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

– ત્વચાની ચમક અને નિખાર વધારવામાં મદદ કરે છે.

– તે સ્કિનને ટાઈટ બનાવે છે, જેથી વૃદ્ધત્વના લક્ષણો જલ્દી દેખાતા નથી.

આયુર્વેદિક દૂધ બનવાની સામગ્રી

10 બદામ

3 ખજૂર

1 ગ્લાસ ગાયનું દૂધ

4 ચપટી હળદર

2 ચપટી તજ

1 ચપટી એલચી પાવડર

1 ચમચી દેશી ઘી

1 ચમચી મધ

આ પણ વાંચો: Health Tips: સાંજના સમયે કરો કસરત, શરીરને થશે અનેક પ્રકારના લાભ અને રહેશે તંદુરસ્ત

આ રીતે બનાવો આયુર્વેદિક દૂધ (Ayurvedik Milk Recipe)

આયુર્વેદિક દૂધ બનાવવા માટે રાત્રે 10 બદામ અને 3 ખજૂર કે સૂકી ખજૂર (Dry Dates)પાણીમાં પલાળીને રાખી દો. જો ખજૂર છે, તો તેને પલળવાની જરૂર નથી, તેનો સીધો ઉપોગ કરો. સવારે બદામને છોલી અને ખજૂરના બીજ કાઢીને બંનેને પીસી લો. પછી આ પેસ્ટને હૂંફાળા દૂધમાં મિક્સ કરો અને તેમાં હળદર, તજ અને એલચી પાવડર ઉમેરો. હવે તેમાં 1 ચમચી ઘી, મધ નાખીને સારી રીતે મિક્સ કરો અને સવારે ખાલી પેટે પીઓ.

આ પણ વાંચો: Parenting Tips: એકથી ત્રણ વર્ષના બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ, ફેંકો નહીં આ રીતે પીવડાવો

આ બાબતો જરૂર ધ્યાનમાં રાખો

આ દૂધનું સેવન તમારે સવારે ખાલી પેટે કરવાનું છે. તમે ઇચ્છો તો રાત્રે સૂતા પહેલા પણ તેને પી શકો છો, પણ રાત્રિ ભોજન અને દૂધ વચ્ચે બે કલાકનું અંતર હોવું જરૂરી છે. સવારે દૂધ પીધા બાદ 40 મિનિટ સુધી કંઈપણ ન ખાઓ. તજની તાસીર ગરમ હોય છે એટલે 2 ચપટીથી વધારે ન નાખો. જો તમે ડાયાબિટીસ (Diabetes)ના દર્દી છો, તો આ દૂધ પીતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લો. બાકી તમામ લોકો માટે આ દૂધ લાભદાયી, સુરક્ષિત અને અત્યંત ગુણકારી છે. તેને દરેક ઉંમરના લોકો પી શકે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી News18 આની પુષ્ટિ નથી કરતું. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

Published by:Nirali Dave

First published:

Tags: Health Tips, Lifestyle NewsSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles