Wednesday, May 25, 2022

Palanpur: પિતરાઈ ભાઈએ ઉછેરેલી બહેને કર્યું એવું કામ કે જાણીને પરિવાર ચોંકી ગયો….
પાલનપુરઃ તાજપુરામાં રહેતી એક યુવતીને પબજી ગેમ રમતાં રમતાં બિહારના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવક સાથે પ્રેમ થઈ જતાં તેને લવા માટે પાલનપુર બોલાવ્યો હતો. આ પછી પિતરાઇ ભાઇના ઘરમાંથી રૂપિયા 70,000ની કિંમતના સોનાના દાગીના ચોરી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, યુવતીને પબજી  ગેમ રમવાની લત લાગી હતી. દરમિયાન યુવતી બિહારના મધુમની જીલ્લાના ખેડીબાંકા ગામના મહંમદ અરમાન નસીમ શેખના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. યુવતીએ ફોન કરી અરમાનને પાલનપુર બોલાવ્યો હતો. તેમજ આ પછી પિતરાઇ ભાઇના ઘરમાંથી ભાભીના કુલ રૂપિયા 70,000ની કિંમતના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગઈ હતી. ઘરે ઝેરોક્ષ કઢાવવાનું બ્હાનુ કરી નીકળી હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

22 વર્ષિય યુવતીના માતા- પિતાનું 15 વર્ષ પહેલા નિધન થયું હતુ. આ પછી પિતરાઇ ભાઇ અને ભાભીએ યુવતીને ઉછેરી હતી. જેના લગ્ન પણ કરાવ્યા હતા અને સાસરે આવતી જતી હતી. ઘરનો તમામ વ્યવહાર પણ યુવતી જ કરતી હતી.

Junagadh : દોઢ વર્ષની બાળકી વાડીએ રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત

જૂનાગઢ : બીલખાના મેવાસા ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતાં બાળકીનું મોત નીપજ્યું છે. દોઢ વર્ષની બાળકી વાડીએ રમતા રમતા પાણીની કુંડીમા ડૂબી ગઈ હતી. પાણીની કુંડીમા ડુબી જતા બાળકીનું મોત નીપજ્યું હતું. ગઈ કાલે ઘટના બની હતી.

સાબરકાંઠામાં ઇડરના મૂડેટી ગામે પતંગ લૂંટવા ધ્યાનચુક થતા તરુણ વયનો બાળક અવાવરું કુવામાં ખાબક્યો હતો. આશરે ૧૫ વર્ષની ઉંમરનો તરુણ પતંગ પકડવા જતા અવાવરું કૂવામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા ઇડર ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઈડર ફાયરે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા તરુણ વયના બાળકને કુવામાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે ઈડર સિવીલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરાયો.

ભરૂચમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં પુત્રી સાથે એક્ટિવા પર જઈ રહેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં કરૂણ મોત નિપજ્યું હતું. ગળું કપાતાં યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું પણ આ ઘટનામાં 9 વર્ષની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉત્તરાયણ નજીક છે ત્યારે પતંગના દોરાએ ભરૂચમાં એક યુવતીનો લીધો હોવાની ઘટના બની છે.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલી અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી યુવતી તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રીજ પરથી પસાર થઇ રહી હતી. એ વખતે અચાનક તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ ગયું હતું અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. તેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેમની બાળકી એક્ટિવા સ્લીપ થતાં બાજુમાં પીઠભેર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજે પોતાના ઘરેથી એક્ટીવા પર 9 વર્ષની પુત્રી સાથે નિકળી હતી. અંકિતા વેજલપુર ખાતે આવેલી સાસરીમાં કામ અર્થે જવા નિકળ્યાં હતાં.  અંકિતા મિસ્ત્રી ભોલાવ ખાતેના ભૃગુ ઋષિ બ્રીજ પરથી પસાર થતાં હતાં તે સમયે પતંગનો દોરો ગળાના પર આવી તેમનું એક્ટિવા બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ  ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.
Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,329FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles