ટૂથપિક અથવા માચિસની સળીથી દાંત કોતરવાથી દાંત અને પેઢાની અનેક પ્રકારની તકલીફ થાય છે. આ પ્રકારની આદતથી દાંત અને પેઢાની કયા પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે, તે અહીં જણાવવામાં આવ્યું છે.
દાંત વચ્ચે જગ્યા થઈ શકે છે
ટૂથપિકથી દાંત સાફ કરવાથી દાંત વચ્ચે જગ્યા થઈ શકે છે. દાંત વચ્ચે જગ્યા થઈ જવાથી દાંત ખરાબ લાગી શકે છે અને તે જગ્યામાં જમવાનું ફસાઈ જવાથી સડો પણ થઈ શકે છે.
દાંત નબળા પડી શકે છે
વારંવાર ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ સાફ કરતા કરતા અનેક લોકો તેને ચાવવા પણ લાગે છે. જેના કારણે ઈનેમલના પડને નુકસાન પણ થઈ શકે છે અને દાંત નબળા પડવા લાગે છે.
દાંતના મૂળને નુકસાન થઈ શકે છે
વારંવાર ટૂથપિકનો ઉપયોગ કરવાથી દાંતના મૂળ નબળા પડી શકે છે. ઘણી વાર દાંત સાફ કરતા કરતા ટૂથપિક તૂટી જાય છે અને દાંતમાં ફસાઈ જાય છે. જેના કારણે ટિશ્યૂઝને નુકસાન પણ થઈ શકે છે.
પેઢામાંથી લોહી પણ નીકળી શકે છે
ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ કરવાથી પેઢાને ઈજા થઈ શકે છે અને લોહી પણ નીકળી શકે છે. જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
શું કરવું જોઈએ
ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ કરવાની આદત છોડી દેવી જોઈએ. તમને આ પ્રકારે દાંત સાફ કરવાની આદત હોય તો માચિસની સળીની જગ્યાએ તમે લીમડાની સળીનો ઉપયોગ કરી શકો છો. લીમડામાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોવાના કારણે દાંતને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.
ટૂથપિકથી દાંત સાફ કરવાની આદત છોડવા માટે ભોજન કર્યા બાદ કોગળા કરવાની આદત પાડવી જોઈએ. હુંફાળા પાણીમાં મીઠું નાંખીને તે પાણીથી કોગળા કરવા જોઈએ.
ભોજન કર્યા બાદ બ્રશ કરવાની આદત હોવી જોઈએ. બ્રશ કરવાથી દાંતમાં ભોજનના કણો રહેતા નથી અને દાંત સાફ થઈ જાય છે.
નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Health care, Health Tips, Lifestyle, આરોગ્ય