ડેઈલી મેલ (Dailymail)ના અહેવાલમાં રિસર્ચર્સએ કહ્યું કે પશ્ચિમી દેશો સાથે હવે એશિયાના કેટલાય દેશોમાં ઓટોઇમ્યુન ડિસીઝ (Autoimmune Disease)ના કેસ વધી રહ્યા છે. આ બીમારી એવી છે જેમાં શરીરને રોગોથી બચાવતી ઇમ્યુન સિસ્ટમ જ અંગોને નુકસાન પહોંચાડવા લાગે છે.
એશિયામાં વધી રહ્યા છે ઓટો ઇમ્યુન ડિસીઝના કેસ
રિસર્ચર જેમ્સ લીનું કહેવું છે કે, ઓટોઇમ્યુન ડિસીઝના કેસ વધવાનું કારણ પિત્ઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડ પણ છે. આ પ્રકારના ફૂડનો ટ્રેન્ડ વધવાને લીધે એ દેશોમાં આ બીમારીના કેસ મળી આવે છે જ્યાં ક્યારેય આ વિશે સાંભળવામાં નથી આવ્યું. જેમ કે, એશિયાઈ દેશોમાં ઇન્ફ્લેમેટ્રી બાઉલ સિન્ડ્રોમના કેસ વધી રહ્યા છે. આ પેટ સંબંધિત બીમારી છે. આ માટે મોટાભાગે વ્યક્તિની ખાણીપીણી જ જવાબદાર હોય છે.
આ પણ વાંચો: આયુષ મંત્રાલયે Omicron ના વધતા કેસો વચ્ચે માર્ગદર્શિકા કરી જારી , આ આયુર્વેદિક ઉપાયોથી રહો સ્વસ્થ રહો
ખાણીપીણીથી કન્ફયુઝ થઈ રહી છે ઇમ્યુન સિસ્ટમ
અન્ય એક રિસર્ચર કેરોલા વેનેસાએ કહ્યું કે, પિત્ઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડથી ઇમ્યુન સિસ્ટમના કામ કરવાની રીત બદલે છે. આ સિસ્ટમ કન્ફયુઝ થઈ રહી છે. સરળ ભાષામાં સમજીએ તો આ ઇમ્યુન સિસ્ટમ સ્વસ્થ અને બીમાર કોષિકાઓમાં તફાવત નથી ઓળખી શકતી, એટલે ઓટોઇમ્યુન રોગના કેસ વધી રહ્યા છે. ફાસ્ટફૂડ અને ઓટોઇમ્યુન સિસ્ટમ વચ્ચે બીમારીનું કનેક્શન જીન પર થયેલા રિસર્ચના આધારે સમજવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ayurvedic Milk Benefits: દૂધમાં આ 5 વસ્તુ નાખીને પીવાથી કોરોના ભાગશે દૂર, અઢળક છે ફાયદા, જાણો બનાવવાની રીત
આ હોય છે ઓટોઇમ્યુન ડિસીઝ
રિસર્ચર્સ મુજબ, ઓટોઇમ્યુન ડિસીઝ હેઠળ ઇન્ફ્લેમેટ્રી બોવેલ ડિસીઝ, ટાઈપ- ડાયાબીટીસ, રૂમેટોઈડ આર્થરાઈટીસ અને મલ્ટીપલ સ્કેરોસિસ જેવી બીમારીઓ આવે છે. આવી સ્થિતિમાં ઇમ્યુન સિસ્ટમ શરીરના અંગો અને ટીશ્યુને નુકસાન પહોંચાડવા લાગે છે. આ બીમારીઓનું ચોક્કસ કારણ કયું છે, વૈજ્ઞાનિક આજ સુધી ટે જાણી નથી શક્યા, પરંતુ કેટલાક ફેક્ટર્સ છે જે આવી બીમારીઓ થવાનું જોખમ વધારે છે. ફાસ્ટફૂડ પણ એમાંથી એક છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Explained, Fast food, Lifestyle gujarati news, Lifestyle જીવનશૈલી, આરોગ્ય, જ્ઞાન