દાહોદઃ દાહોદ તાલુકાના ખરોદા ગામની ચકચારી ઘટના સામે આવી છે. બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જોઈ જતા બહેને જ પોતાના ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બહેને લાકડીના ફટકા મારી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ બહેને પ્રેમી સાથે મળી લાશના પુરાવા નિશાન પણ સાફ કર્યા હતા. ખરોદાની નીકીતા રાણાને મોટી ખરજના વિજય બારીયા જોડે પ્રેમસંબંધ હતો.

ગત તા 07 જાન્યુઆરીએ નીકીતા અને તેનો પ્રેમી વિજય બન્ને જણા ખરોદા ગામે મળ્યા હતા. તે વખતે યુવતીનો ભાઈ બન્ને જોઈ ગયો હતો. આ સમયે આવેશમા આવેલી યુવતી અને તેના પ્રેમીએ ભાઈની હત્યા કરી નાંખી હતી. પિતાએ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાઃ શહેરના વીવીઆઈપી રોડ પર ઉભેલી બસમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાધુ વાસવાની સ્કૂલ સામે ઉભેલી પટેલ ટ્રાવેલ્સની બસમાં યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત 2 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે સગીરા સાથે બનાવ બન્યો છે. સગીર ત્યાંથી પસાર થતી હતી ત્યારે 3 નરાધમોએ તેને બસમાં ખેંચી જઈ એક એ દુષ્કર્મ કર્યું હતું.

2 ઈસમો બસ બહારથી દરવાજો બંધ કરી ઉભા રહ્યા હતા. હરણી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપી એમ.પીના રહીશ છે અને હાલ વડોદરામાં મજૂરી કરી રહ્યા છે.

Ahmedabad : યુવતી સાથે બે યુવકોએ પરાણે માણ્યું શરીરસુખ, પ્રતિકાર કર્યો તો કર્યા કેવાં હાલ?

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બે યુવકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગોય છે. યુવતીનો મોબાઇલ લૂંટીને યુવતી સાથે પરાણે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પ્રતિકાર કરતા યુવતીને બ્લેડનાં ઘા પણ માર્યા હતા. ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બે આરોપીઓ વિરુધ ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો છે. ૧૯ વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું છે.

અન્ય એક ઘટનામાં, અમદાવાદમાં યુવકે એક જ સમાજની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી છે. અલગ-અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. હવે છોડીને ભાગી ગયો છે. લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો હતો. બાપુનગર પોલીસે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદઃ શહેરના બાપુનગરમાં યુવતીને તેના જ સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અલગ અલગ હોટલોમાં લઈ જઈને અનેક વખત પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. યુવતીએ આ અંગેની પરીવારને જાણ કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં રહેતી 27 વર્ષીય યુવતીને તેના જ સમાજના એક યુવકના સંપર્કમાં આવ હતી. વારંવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થતાં તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને મોબાઇલ નંબરની આપલે કર્યા પછી મેસેજ અને ફોનથી વાતો કરતા હતા. આ સમયે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મળવા માટે બોલાવી હતી.

યુવતી મળવા આવતાં યુવક તેને હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવતીએ શરીરસુખ માટે ઇનકાર કર્યો હતો, પરંતુ આપણે લગ્ન કરવાના જ છે ને તેમ કહીને સંબંધ બાંધ્યા હતા. આ પછી તો યુવકને ઇચ્છા થાય ત્યારે તેને મળવા બોલાવતો હતો અને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

દરમિયાન બે દિવસ પહેલા પહેલા યુવક અને યુવતી મળ્યા હતા. આ સમયે પણ યુવક તેને એક હોટલમાં લઈ ગયો હતો અને બંનેએ શરીરસુખ માણ્યું હતું. અહીં યુવતીએ લગ્નની વાત કરતાં જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન કરવા નથી તેમ કહીને ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા યુવતીએ પરિવારને વાત કરી હતી. આ પછી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Source link
Dahod : ભાઈ પ્રેમી સાથે એકાંત માણતાં જોઇ જતાં બહેને કર્યું એવું કૃત્ય કે વાંચીને હચમચી જશો