વર્તમાન સમયે કોરોના વાયરસના (covid-19) ફેલાવાના કારણે મોટી સંખ્યામાં માસ્ક વેચાવા લાગ્યા છે. માસ્કનું મોટું માર્કેટ ઉભું થયું છે. ત્યારે કોરોનાને રોકવામાં માસ્કની મહત્વતા અંગે વસંતકુંજ ફોર્ટિસ હોસ્પિટલના ચિકિત્સા વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. મનોજ શર્મા કહે છે કે, કોરોનાના આગમન સાથે આપણે બધાને સુરક્ષાના કેટલાક ઉપાયોનું સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં માસ્કનો યોગ્ય ઉપયોગ, હેન્ડ સેનીટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ શામેલ છે.
કોરોનાનું ઓમીક્રોન વેરિએન્ટ, ડેલ્ટા વેરિએન્ટ કે ભવિષ્યમાં આવનાર નવા વેરિએન્ટ જેવા બધા જ વેરીએન્ટ આપણા નાક અને મોઢા થકી પ્રવેશ કરે છે. કોરોના વાયરસનું વેરિએન્ટ ગમે તે હોય તેને રોકવા માટે આપણે તકેદારી રાખવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા માસ્કથી સારો કોઈ વિકલ્પ નથી.
આ પણ વાંચોઃ-Ahmedabad news: પુરુષોને પણ શરમાવે એવું બે મહિલાઓનું કારસ્તાન, dg વિજિલન્સે રંગેહાથે પકડી
માસ્કને યોગ્ય રીતે પહેવાની પદ્ધતિ
ડો. મનોજ શર્માના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી રિસ્પરિયન વાયરલ ચેપ થાય છે. જ્યારે પણ સંક્રમિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય છે, ત્યારે વાયરસ તેના સ્ત્રાવ સાથે વાતાવરણમાં આવે છે. આવી સ્થિતિમાં આપણે માસ્ક વિના ત્યાંથી પસાર થઈએ તો વાયરસ આપણા શ્વાસ સાથે આપણા શરીરમાં પ્રવેશી શકે છે.
આ પણ વાંચોઃ-દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, સ્કૂલથી ઘરે જતા મોતને ભેટી
આ સંજોગોમાં આપણે N-95 માસ્ક યોગ્ય રીતે પહેર્યું હોય તો ચેપનું જોખમ ઘટાડી શકાય છે. માસ્ક યોગ્ય રીતે પહેરવાનો મતલબ તે આપણા મોઢા અને નાકને સારી રીતે ઢાંકેલુ હોવું જોઈએ. આ સાથે હાથને સેનિટાઇઝરથી સાફ કરવા જોઈએ. માસ્કને સ્પર્શ કરતા પહેલા હાથને સાબુથી સારી રીતે ધોઈ લેવા જોઈએ.
માસ્કને યોગ્ય રીતે લગાવો અને તમારા હાથનું સેનટાઇઝેશન કરવા પર સંપૂર્ણ ધ્યાન આપો તો સંક્રમણની સંભાવના નહિવત્ છે.
આ પણ વાંચોઃ-Surendranagar:22 વર્ષની દિવ્યાંગ યુવતીના દુષ્કર્મીને 10 વર્ષની જેલ, ઢિંગલી આપીને પીડિતા પાસે જાણી હતી હકીકત
કયું માસ્ક સૌથી અસરકારક ?
અત્યારે બજારોમાં કપડાં, સર્જિકલ અને N-95 સહિત વિવિધ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. તાજેતરના અભ્યાસ મુજબ સર્જિકલ અને ક્લોથ માસ્ક 70 ટકા સુધી અસરકારક છે. મેડિકલ ગાઈડલાઈન અનુસાર, કોરોનાને રોકવામાં ત્રણ પ્લાય માસ્ક અને ફિટેડ માસ્ક પહેરવા સૌથી અસરકારક છે. ઉલ્લેખનીય છે કે, કપડાં અને સર્જિકલ માસ્ક ધોયા પછી તેમની અસર ઓછી થાય છે અને તેઓ સંક્રમણની ચેઇન તોડવામાં નિષ્ફળ રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coronavirus, Covid-19 news, Face mask, Health Tips