પરંતુ સૌંદર્ય ઉત્પાદનો તમને ફક્ત ઉપરી સુંદરતા આપી શકે છે. ચહેરાની કુદરતી સુંદરતા માટે તમારે તમારા આહાર અને નિયમિત કસરત પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અહીં કેટલીક સરળ ટીપ્સ (beauty tips) છે જે તમે તમારા ચહેરાને સારો રાખવા માટે અનુસરી શકો છો, અને તમારી જાતને બીજાની તુલનામાં વધુ સક્રિય રાખી શકો છો.
સતત પાણી પીવો
શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ, તમારે દરરોજ ઓછામાં ઓછું 3થી 5 લિટર પાણી પીવું જોઈએ. આ તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તમારા ચહેરા પર નિખાર લાવે છે તેમજ તમારા શરીરમાં ઓક્સિજનને યોગ્ય રીતે આપ-લે કરે છે.
આ પણ વાંચો: Health Tips: સવારે ખાલી પેટ મખાના ખાવાના છે અનેક ફાયદા, એન્ટીઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી છે ભરપૂર
ડાયટમાં સ્પ્રાઉટ્સ શામેલ કરો
સ્પ્રાઉટ્સ તમને ના માત્ર સુંદરતા અને નિખારતા જ આપશે, પરંતુ તમને શારીરિક તાકાત પણ આપશે. ફણગાવેલા કઠોળમાંથી મળતું ફાઇબર અને પ્રોટીન તમારા ચહેરા પર ચમક લાવશે તેમજ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખશે.
વેજ સલાડ
વેજ સલાડ માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતો નથી પરંતુ તમને ફિટ અને સક્રિય રાખવામાં પણ ખૂબ મદદરૂપ છે. તમે તેને તમારી સાથે એક બોક્સમાં લઈ જઈ શકો છો અને ખોરાક ખાવા ઉપરાંત દિવસમાં બેથી ત્રણ વખત તમારા રૂટિનમાં સલાડ શામેલ કરી શકો છો. આનાથી તમને પરિવર્તન જોવા મળશે.
આ પણ વાંચો: Health Tips: વજન ઓછું કરવા માટે ઇન્ટરવલ વૉકિંગ છે ઘણું ફાયદાકારક
ફાસ્ટ ફૂડ અને જંક ફૂડને કહો ના
અલબત્ત, સમયની અછતને કારણે તમે તમારા સામાન્ય ખોરાકને બદલે ફાસ્ટ ફૂડ પર વધુ આધાર રાખો છે, પરંતુ તેને માત્ર સ્વાદ તરીકે જ ખાવું એ એક હદ સુધી યોગ્ય છે. ત્યારબાદ તે તમારા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. અઠવાડિયામાં પંદર દિવસમાં માત્ર સ્વાદ અનુસાર જ ફાસ્ટ ફૂડ ખાવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચો: તમારા Mental Healthની કેવી રીતે રાખશો કાળજી, યાદ રાખો નિષ્ણાતોની આ 6 ટિપ્સ
વધારે ચા-કોફી ના પીશો
જો તમે જોબ ઓરિએન્ટેડ હોવ અને હાઈ વર્ક પ્રેશર ધરાવતા હોવ તો પણ તમારી દિનચર્યામાં ચા કોફીને વધારે મહત્વ ન આપો. આ તમને સમય પહેલાં વૃદ્ધ બનાવી શકે છે. તેના સ્થાને હર્બલ ટી, ગ્રીન ટી અથવા લેમન ટી નો ઉપયોગ કરવો એ સારા વિકલ્પો હોઈ શકે છે. (ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી સૂચના અને માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 તેમની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Beauty Tips, Health News, Lifestyle, Skin care