Sunday, July 3, 2022

Valsad : અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો
વલસાડઃ વલસાડ અને અતુલ વચ્ચે ટ્રેન દુર્ઘટના ટળી હતી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેનને ડ્રિરેલ કરવાની કોશિશ કરાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પોલીસ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે આજે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.

રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પોહચ્યા હતા. ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે.

રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના બનવાની પુરેકપુરી શક્યતા હતી. ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનાર ને શોધવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાનો કેર વધતાં ‘મિનિ લોકડાઉન’ની તૈયારી, આજે જાહેર થશે નવી ગાઈડલાઈન, કેવાં હશે નવાં નિયંત્રણો ?

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 11 હજારને પાર પહોંચી ગયા છે. તેના કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે ગુજરાતમાં ‘મિનિ લોકડાઉન’ લદાશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરેલી બેઠકમાં નિયંત્રણો કડક બનાવવાનું કહ્યું હોવાનો સૂત્રોનો દાવો છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂની મુદતમાં વધારો સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી. આ નિયંત્રણોની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. આ નવી ગાઈડલાઈનમાં કોરોનાના વધતા કેસોને રોકવા માટે ગુજરાતમાં ‘મિનિ લોકડાઉન’ જેવાં આકરાં નિયંત્રણો લદાશે એવી ચર્ચા ચાલી રહી છે.

સરકારના સૂત્રોએ આપેલા સંકેત પ્રમાણે ગુજરાત સરકારની નનવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ હલના રાતના 10 વાગ્યાને બદલે 9 વાગ્યાથી અમલી બને એવી શક્યતા છે. નાઈટ કરફ્યુ સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. બીજી લહેર વખતે રોજના 2000 કેસ આવવા લાગતાં જ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એ ચાર 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો.  ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

હાલ 8 મહાનગરો ઉપરાંત નડિયાદ અને આણંદ મળીને કુલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે.  નવી ગાઇડલાઇન્સમાં બીજાં 10 શહેરોનો સમાવેશ કરાશે. હાલમા જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ નઈટ કરફ્યુનાં શહેરોમાં ઉમેરો થઈ શકે છે.
Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles