અબુધાબી પોલીસે સંદિગ્ધ હુમલા પાછળ હજુ સુધી કોઇ પર શંકા વ્યક્ત કરી નથી. જોકે યમનના હૂતી વિદ્રોહીઓએ સંયુક્ત અરબ અમીરાત પર હુમલો કરવાની જવાબદારી લીધી છે. ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ પહેલા પણ અનેક હુમલાને અંજામ આપ્યો હોવાનો દાવો કર્યો છે. અબુધાબી પોલીસના મતે પ્રારંભિક તપાસમાં નાની-નાની ઉડનાર વસ્તુઓની બન્ને વિસ્તારોમાં પડવાની ખબર પડી છે. જે સંભવિત ડ્રોનથી સંબિધિત હોઈ શકે છે. તેમાં વિસ્ફોટ અને આગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે.
આ પણ વાંચો – વધારે ઝડપથી ઠંડો થઇ રહ્યો છે પૃથ્વીનો આંતરિક ભાગ? પ્રયોગશાળામાં થયો ખુલાસો
એજન્સીના જણાવ્યા પ્રમાણે અબુધાબી પોલીસનું કહેવું છે કે ઔદ્યોગિક વિસ્તાર મુસાફ્પામાં ત્રણ ઈંધણ ટેન્કર ટ્રકોમાં વિસ્ફોટ થયો છે. આ હુમલો ડ્રોનથી કરવામાં આવ્યો હતો,જે ત્રણ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓઈલના ટેન્કરોમાં ભારે વિસ્ફોટ થયો હતો. જેની આગ નજીક આવેલી અબુધાબી એરપોર્ટ સુધી પહોંચી ગઈ હતી.
#Breaking: Three Oil Tankers Explode in Abu Dhabi, #UAE, #Houthi Drone Suspected#AbuDhabi #BreakingNewshttps://t.co/bxeS1BHfMj
— Al Bawaba News (@AlBawabaEnglish) January 17, 2022
આ પણ વાંચો – આખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો
હૂતી સૈન્ય પ્રવક્તાએ શું કહ્યું
છેલ્લા કેટલાક સપ્તાહથી હૂતી વિદ્રોહીઓ દબાણમાં આવી ગયા છે અને ભારી નુકસાન ઉઠાવી રહ્યા છે. જ્યાં યૂએઈ સમર્થિત યમનના બળોએ દેશના પ્રમુખ દક્ષિણી અને મધ્ય પ્રાંતોમાં વિદ્રોહી સમૂહોને ખદેડી દીધા છે. આ દરમિયાન સ્પૂતનિક એજન્સીના રિપોર્ટ પ્રમાણે હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ હુમલાના સમયમાં અલમાસિરાહ પ્રસારકને (Almasirah Broadcaster) જણાવ્યું કે યમની વિદ્રોહી સમૂહી જલ્દી સંયુક્ત અરબ અમીરાતમાં સૈન્ય અભિયાનને લઇને પોતાની વાત રજુ કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Drone, Drone Attack, UAE