લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં (Winter Care) ત્વચાની ભેજ ઓછો (Skin Care) થઇ જાય છે, જેના કારણે ત્વચા ખૂબ સૂકી થવા લાગે છે. ઘણા લોકો ભેજને જાળવવા માટે વારંવાર હાથ, પગ અને ચહેરાની ત્વચા પર ક્રીમ લગાવે છે, પરંતુ બહુ ઓછા લોકો પગની એડી તરફ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે શિયાળાની ઋતુમાં પગમાં વાઢિયા ખૂબ ઝડપથી થવા લાગે છે. શિયાળો શરૂ થયો છે, આ પહેલા પગમાં વાઢિયા પડવા લાગે તે પહેલા જ તેમની સંભાળ રાખવાનું શરુ કરો. હેલ્થ લાઇન મુજબ જાણો કે શિયાળામાં પણ તમારા પગની સારવાર કેવી રીતે કરવી.