Monday, July 4, 2022

Surat : AAP છોડનારા સવાણીને કોર્પોરેટર બહેનોએ રડતી આંખે પક્ષ નહીં છોડવા કરી વિનંતી



<p><strong>સુરતઃ</strong> આમ આદમી પાર્ટી છોડ્યા પછી મહેશ સવાણીને સુરત ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો મળવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે &nbsp;મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનાં નેતૃત્વમાં કોર્પોરેટરો મુલાકાત કરી હતી.&nbsp;</p>
<p>આ સમયે આપની કોર્પોરેટર યુવતીઓ રડી પડી હતી અને પક્ષ ન છોડવા વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો તેમના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી.</p>
<p>કોર્પોરેટર &nbsp;રચના હિરપરા, &nbsp;વિપુલ સુહાગીયા, &nbsp;પાયલ સાકરિયા, &nbsp;શોભના કેવડીયા, મોનાલી હિરપરા, અશોક ધામી સહિતની કાર્યકર્તાઓની ટીમ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને મળ્યા હતા. આમ આદમી પાર્ટી ન છોડવા માટે રજૂઆત કરી હતી. સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટી કાર્યકર્તા ટીમ મહેશ સવાણીને મળી હતી.&nbsp;</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles