Thursday, May 26, 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિને ઘણા પાછળ રાખ્યા


નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા છે. વૈશ્વિક લોકપ્રિયતાના મામલે (Global Approval Ratings)પ્રધાનમંત્રી મોદીનો મુકાબલો દુનિયાના 13 નેતાઓ સાથે હતો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (US President Joe Biden)પણ સામેલ હતા. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ઘણા પાછળ રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદીને 71% એપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તે પ્રથમ સ્થાને છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 43% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોને (Justin Trudo) 43% રેટિંગ મળી છે. જોકે તે નજીવા અંતરથી બાઇડેનથી પાછળ રહી ગયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Australian Prime Minister Scott Morrison) 41% રેટિંગ સાથે ટુડોથી પાછળ રહ્યા છે.

આ પણ વાંચો – women’s right: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, પિતાની સંપત્તિમાં દીકરીઓનો હક વધ્યો, જાણો કઇ રીતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક લોકપ્રયિતાના મામલે પ્રથમ સ્થાને રહ્યા હોય તેવી પ્રથમ ઘટના નથી. ગત વર્ષે નવેમ્બરમાં પણ તેઓ આ યાદીમાં નંબર વન રહ્યા હતા. મે-2020માં તેમને આ યાદીમાં 84% રેટિંગ મળ્યું હતું. જોકે મે-2021માં ઘટાડો થયો હતો અને 63%ની આસપાસ હતી.

કોણ બનાવે છે આ યાદી અને કયા આધારે

વર્ષ 2014માં વૈશ્વિક ટેકનિક પ્લેટફોર્મની સ્થાપના થઇ હતી. નામ મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજેન્સ (Morning Consult Political Intelligence)રાખવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ દુનિયાભરનાં ખાસ નેતાએ વિશે અન્ય દેશોના લોકો સાથે વાત કરીને સાપ્તાહિક આધારે તેમની લોકપ્રિયતાનો અંદાજ કરે છે. હાલ જે રેટિંગ પ્રકાશિત કરવામાં આવી છે તે 13 થી 19 જાન્યુઆરી 2022 દરમિયાન મળેલા ફિડબેક પર આધારિત છે. આ પ્લેટફોર્મ સાથે 100 દેશોના લગભગ 10 કરોડ લોકો જોડાયેલા છે. જેમાં લગભગ 1.5 કરોડ લોકોની સલાહ દર સપ્તાહે ખાસ વૈશ્વિક નેતાઓ વિશે મળે છે.

WEF ના દાવોસ એજન્ડામાં PM મોદીએ કહ્યું – ઘણા દેશોને કોવિડ વેક્સીન આપીને ભારત કરોડો જીવન બચાવી રહ્યું છે

નવી દિલ્હી : વિશ્વ આર્થિક મંચ (World Economic Forum)ના ઓનલાઇન આયોજિત પાંચ દિવસીય એજન્ડા શિખર સંમેલનના (WEF Summit) સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સ્થિતિ વિષય પર વિશેષ સંબોધન કરતા કહ્યું કે ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. તો બીજી તરફ દેશમાં વેક્સીનના 156 કરોડ ડોઝ (COVID-19 vaccine doses)આપી દેવામાં આવ્યા છે. ભારતે દુનિયાને આશાનો ગુલદસ્તો આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવા મજબૂત લોકતંત્રએ આખા વિશ્વને એક સુંદર ભેટ આપી છે અને તે ભેટ છે બુકે ઓફ હોપ. બુકેમાં છે ભારતીયોનો લોકતંત્ર પર અતુટ વિશ્વાસ. આ બુકેમાં છે 21મી સદીને સશક્ત કરવાની પ્રોદ્યોગિકી. આ બુકેમાં ભારતીયોનો ટેમ્પરામેન્ટ અને ભારતીયોની પ્રતિભા છે.

Published by:Ashish Goyal

First published:

Tags: Joe biden, PM નરેન્દ્ર મોદી



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,331FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles