સિઝનલ ફુડના ફાયદાઓ વિશે વાત કરતા એ બાબતનું ચોક્કસથી ધ્યાન રાખવું કે, આ સ્વદેશી ફળો અને શાકભાજી પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેથી જંતુઓ અને જીવાતોને આ ઉત્પાદનો બગાડતા અટકાવી શકાય. આ અંગે વાત કરતા શેફ કુણાલ કપૂર જણાવે છે કે, દરેક વ્યક્તિએ હંમેશા મોસમી ફળો અને શાકભાજી ખાવા જોઈએ, જેથી જે તે ઋતુ દરમ્યાન શરીરને જોઈતા એવા તમામ જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકભાજી શરીરની તમામ જરૂરિયાતો પૂરી કરે
જણાવી દઈએ કે શેફ કુણાલ કપૂર પોતે પણ સિઝનલ ફુડ્સ આધારિત કુકિંગ પર ભાર આપે છે. જો કે અહીં એ બાબત પર પણ ધ્યાન દોરવુ જરૂરી છે કે આ ફુડ અસંખ્ય હાથમાંથી પસાર થાય છે અને સંભવિત રીતે જંતુઓનું પરિવહન કરે છે. તેથી તમારા ખોરાકને નિમવોશ જેવા કુદરતી ઉપાયોથી ધોઈને સ્વચ્છ કરી લેવા જેથી તે સ્વચ્છ થઈ જાય અને ખાવા માટે સલામત બની રહે. સાથે જ ખાતરી કરવી કે તેમાં કેમિકલ્સ અને બેક્ટેરિયાની હાજરી ન રહે.
આ પણ વાંચો – Health News: પાચન શક્તિને વધારી શકે છે Coffee, દરરોજ 3-5 કપ પીવાથી પેટને નથી થતું નુકસાન: અભ્યાસ
આ સાથે જ સિઝનલ ફુડ્સનો ઉપયોગ કરવાના વિવિધ ફાયદાઓ પર વાત કરતા શેફ જણાવે છે કે, સિઝનલ ફુડમાં હાઈ ન્યૂટ્રિશન વેલ્યુ હોય છે. ફળો અને શાકભાજી જે કુદરતી પાકે છે તે રીતે વધુ સારી રીતે પોષણ આપે છે. સાથે જ તે તાજા પણ હોય છે તેથી પ્રિઝર્વ કરેલા ફુડની સરખામણીમાં તે વધુ પોષક તત્વો પ્રદાન કરે છે.
આ સાથે જ સિઝનલ ફુડ્સ સસ્તા પણ હોય છે. સિઝનલ પ્રોડક્શન ઘણો જ કોસ્ટ ઈફ્કેટિવ હોય છે, ખેડૂતો તેમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે અને લણણી કરે છે. સ્થાનિક સ્ટોકનું સોર્સિંગ પણ લોજિસ્ટિક્સની કિંમતમાં ભારે ઘટાડો કરે છે
સિઝનલ ફુડ ઇકોલોજીકલ હોય છે. સિઝનલ ફુડ ખાવાથી સિઝનની બહારની પેદાશોની માંગમાં ઘટાડો થાય છે, સ્થાનિક ખેતીનો વપરાશ વધે છે અને વધુ અગત્યનું રેફ્રિજરેશન માટેનો સમય ઓછો થાય છે, પાકના પરિવહન અને સિંચાઈમાં સંકળાયેલા ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
સિઝનલ ફુડનો સ્વાદ વધુ સારો હોય છે. ચોક્કસ સિઝનમાં ઉત્પાદિત શાક અને ફળો તાજા હોવાથી તેનો સ્વાદ વધુ સારો, મીઠો હોય છે. જ્યારે ફળો અને શાકભાજી યોગ્ય સમયે લણવામાં આવે છે, ત્યારે તે વધુ સ્વાદિષ્ટ બની જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Health Tips, Lifestyle