Thursday, May 26, 2022

Surat : 3 વર્ષની દીકરીના મોતથી માતાનું હૈયાફાટ રૂદન, પિતાની બેદરકારીને કારણે દીકરીનો ગયો જીવ
સુરતઃ નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં ટ્રેકટર નીચે બાળકીનું કચડાઈ જતાં મોત નીપજ્યું છે. પિતાએ ટ્રેક્ટર રિવર્સ લેતા જ માસૂમને મોત મળ્યું છે. આમ, ખૂદ દીકરીના મોત માટે પિતા જ નિમિત બનતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અડાજણ-પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે.

ટ્રેકટર ચાલક પિતાની બેદરકારીને કારણે ત્રણ વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં ટ્રેકટર રિવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાઇ હતી. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં મજૂરીકામ કરી પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી.

પિતા ટ્રેકટર રિવર્સમાં લેવા જતા બાળકી ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાની બૂમાબૂમ થઈ ગઈ હતી. પિતાએ જોતા તેની જ દીકરી નિકળતાં પિતા ભાંગી પડ્યા હતા. દીકરી શીતલ (ઉ.વ. 3)નું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. દીકરીને લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરી હતી. દીકરીના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. તો બાળકીની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

Anand : બોરસદમાં રહેતા વેપારીની પત્નીના શંકાસ્પદ મોત મામલો મોટો ખુલાસો થયો

આણંદઃ શહેરમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા અને બોરસદમાં રહેતા વેપારીની પત્નીના શંકાસ્પદ મોત મામલો મોટો ખુલાસો થયો છે. ઠક્કર ખમણના નામે ધંધો કરતા વેપારીએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધમધમતો કારોબાર છતાં દહેજ માટે પત્નીની હત્યા કરી. દહેજમાં 10 લાખ રોકડ અને સોનાની સતત માંગણી થઈ રહી હતી.  પીએમ રીપોર્ટમાં પરણીતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. બોરસદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પરણીતાના પિયરવાળાએ તેમની દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોસ્ટમર્ટમ કરાયું હતું, જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. બોરસદની લેગસી સોસાયટીમાં રહેતા અમિત ઠક્કરના પત્ની રોક્ષાનું રહસ્યમય રીતે લગ્ન થયા છે. અમિત અને  સુરતની રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) સાથે પંદર વર્ષ પહેલાં  લગ્ન થયા હતા. તેમને લગ્નજીવનથી એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. રોક્ષાનું મોત થતાં સાસરીપક્ષવાળાએ તેના પિયરીવાળા ફોન કરી રોક્ષા પડી ગઈ હોવાની જાણ કરી હતી. જોકે, થોડાં જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિણીતાના પરિવારજનો ડઘાઈ ગયા હતા. જોકે, તેઓ બોરસદ આવે એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. જોકે, મૃતકના ભાઈને મોતને લઈને શંકા જતાં અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી. આથી બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતા ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જોકે, હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બહેનના મૃત્યુ પાછળ તેના સાસરીયાઓનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યક્ત કરી છે.

રોક્ષાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા પિયરીના સભ્યોએ વ્યકત કરી છે. એટલું જ નહીં,  બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઉપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.
Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,331FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles