આ સર્વેમાં ભારતીયોને લગ્ન, સેક્સ અને સેક્સ્યુઅલ પાર્ટનર સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવ્યા હતા. રિપોર્ટમાં લગ્નની ઉંમર અને પહેલીવાર સેક્સ કરવાની ઉંમર સંપૂર્ણપણે અલગ હોવાનું જાણવા મળ્યું છે. આ સર્વેમાં શું ભારતીયો લગ્ન પહેલા સેક્સ નથી કરતા? એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા મુજબ, લગ્ન પહેલા ભારતીયો શારીરિક સંબંધ બાંધે છે, પરંતુ વિભિન્ન સમુદાયોમાં તેની એક અલગ અલગ પેટર્ન છે.
લગ્ન પહેલાં સેક્સ કરવામાં સ્ત્રી-પુરુષોના આંકડા
એકંદરે 7.4 ટકા પુરુષો અને 1.5 ટકા મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ લગ્ન પહેલા સેક્સ માણતા હતા. આ આંકડો હિન્દુ પુરુષોમાં 7.9 ટકા, મુસ્લિમ પુરુષોમાં 5.4 ટકા, ખ્રિસ્તી પુરુષોમાં 5.9 ટકા હતો. મહિલાઓની વાત કરીએ તો 1.5 ટકા હિંદુઓ, 1.4 ટકા મુસ્લિમો અને 1.5 ટકા ખ્રિસ્તીઓએ સ્વીકાર્યું હતું કે લગ્ન પહેલા તેમણે યૌન સંબંધ બાંધ્યા હતા.
શીખ પુરુષો સૌથી આગળ છે. જ્યારે શીખ મહિલાઓ છેલ્લા સ્થાને છે. 12 ટકા શીખ પુરુષોનું કહેવું છે કે, તેઓ લગ્ન પહેલા સેક્સ માણતા હતા. ધાર્મિક સમુદાયોની દ્રષ્ટિએ આ સૌથી મોટો આંકડો છે. માત્ર 0.5 ટકા શીખ મહિલાઓએ લગ્ન પહેલાં સેક્સ માણ્યું હતું, જે સૌથી ઓછું છે. ટ્રેન્ડ એવું પણ સૂચવે છે કે, લગ્ન પહેલાં સેક્સની દ્રષ્ટિએ વિવિધ ધર્મો પાળનારા પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધારે છે. મહિલાઓ પહેલા સેક્સને લઈને કેમ સક્રિય થાય છે? તેને જાતીય શરીરરચના સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ પાવર ડાયનેમિક્સ મુખ્ય કારણ છે.
આ પણ વાંચો-Skin care: કેરીની છાલથી ત્વચાની સમસ્યાઓ થશે દૂર, જાણો ઉપયોગ કરવાની રીત અને તેનાં ફાયદા
લગ્નેતર સંબંધમાં સ્ત્રી-પુરુષ બંનેનું વલણ સરખું
પૈસા અને પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો લગ્ન પહેલા અમીર પુરુષ અને ગરીબ મહિલા સેક્સ કરે તેવી શક્યતા વધારે હોય છે. લગ્ન બહાર અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા અંગે સ્ત્રી-પુરુષ બંનેનું વલણ સરખું જ જોવા મળ્યું હતું. જો કે, મહિલાઓ ખુલ્લેઆમ તેનો સ્વીકાર બહુ ઓછી કરે છે. અત્યારે મહિલાઓના સરેરાશ સેક્સ્યુઅલ પાર્ટનર 1.7 ટકા છે, જ્યારે પુરુષોના 2.1 ટકા છે. 2006માં હાથ ધરવામાં આવેલા NFHSના ત્રીજા સર્વેક્ષણમાં મહિલાઓના 1.02 અને પુરુષોના 1.49 હતા.
શું પત્નીને સેક્સની ના પાડવાનો અધિકાર છે?
લગ્ન જીવનની અંદર સેક્સ સંપૂર્ણપણે પુરુષપ્રધાન સમાજ સાથે જોડાયેલું છે. સર્વેમાં 87 ટકા મહિલાઓ અને 83 ટકા પુરુષોએ જણાવ્યું હતું કે, પત્નીઓ સેક્સનો ઇનકાર કરે તે યોગ્ય છે. જો કે, આ ટકાવારી તમામ રાજ્યોમાં અલગ અલગ છે. મેઘાલય તેના માતૃસત્તાક સમાજ માટે જાણીતું છે, છતાં અહીંના માત્ર 50 ટકા પુરુષોએ જ કહ્યું હતું કે પત્નીઓ સેક્સનો ઇનકાર કરી શકે છે. ઘણા રાજ્યોમાં મહિલાઓનો અભિપ્રાય પણ આ જ છે. ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશમાં લગભગ 30 ટકા મહિલાઓએ કહ્યું કે, પતિ સેક્સ કરવા માંગતો હોય ત્યારે મહિલા ના પાડે તે યોગ્ય નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian men, Indian women, Sex life, Sex Survey