સમાચાર એજન્સી AP ના મતે એક બંદુકધારી એર હેન્ડગન અને રાઇફલ સાથે રોબ અલીમેન્ટ્રી સ્કૂલમાં દાખલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર સૈન એન્ટોનિયોનો રહેવાસી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગોળીબારી વિશે જાણકારી આપવામાં આવી છે. બાઇડેન એશિયાની પાંચ દિવસીય યાત્રાથી પરત ફર્યા છે.
દાદીને પણ મારી ગોળી
CNN ના મતે કથિત શૂટરે સ્કૂલ જતા પહેલા પોતાની દાદીને પણ ગોળી મારી હતી. આ હુમલામાં 2 પોલીસ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા છે. હુમલા પછી જો બાઈડેને એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે કે આપણે તેની સામે કાર્યવાહી કરીએ. અમારી પ્રાર્થના આજે રાત્રે બિસ્તર પર પડેલા માતા-પિતા માટે છે.
આ પણ વાંચો – ટોક્યોમાં PM મોદી-બાઇડેનની બેઠક, વડાપ્રધાને કહ્યુ, ‘ભારત-અમેરિકા વચ્ચે વિશ્વાસની ભાગીદારી’
ગત સપ્તાહે પણ થઇ હતી ગોળીબારી
અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગત સપ્તાહે ન્યૂયોર્કના બફેલો શહેરના એક સુપરમાર્કેટમાં ગોળીબારી થઇ હતી. આ પછી દક્ષિણી કેલિફોર્નિયામાં એક ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના થઇ હતી. આ પછી હ્યુસ્ટનના એક વ્યસ્ત બજારમાં પણ ગોળીબારી થઇ હતી. આ હુમલાને નસ્લીય હિંસા તરીકે જોવામાં આવ્યો હતો.
સતત બની રહી છે આવી ઘટનાઓ
અમેરિકાના મીડિયાના મતે 2022માં અત્યાર સુધી 30 સ્કૂલોમાં ગોળીબારીની ઘટના થઇ છે. જેના કારણે અત્યાર સુધી 30થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. ફેબ્રુઆરી 2018માં ફ્લોરિડાના પાર્કલેન્ડમાં માર્જોરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં શૂટિંગ પછી ટેક્સાસમાં આ સૌથી મોટી ઘટના છે. તે સમયે 18 લોકોને નિશાન બનાવ્યા હતા. 2012માં ન્યૂટાઉનના કનેક્ટિકટ એલીમેન્ટ્રી સ્કૂલમાં એક બંદુકધારીએ 26 લોકોની હત્યા કરી દીધી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર