અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને વ્યક્ત કર્યું દુઃખ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે રોબ એલિમેંટ્રી સ્કૂલની ઘટના ઘણી દુઃખદ છે. રાષ્ટ્રને સંબોધિત કરતા બાઇડેને કહ્યું કે આ એક્શન લેવાનો સમય છે. આપણે તે લોકોને બતાવવાની જરૂર છે કે જે કોમન સેન્સ ગન લો માં લેટ કરે છે કે વિધ્ન નાખે છે તેને આપણે ભૂલીશું નહીં. અમારી પ્રાર્થના તે માતા-પિતા માટે છે જે બેડ પર રહીને વિચારી રહ્યા હશે કે શું તે આ દર્દમાં ઊંઘી શકશે. એક દેશ તરીકે આપણે પૂછવું પડશે કે ભગવાનના નામે ક્યારે આપણે ગન લોબી સામે ઉભા રહીશું અને તે કરીશું જે કરવાની જરૂર છે. માતા-પિતા હવે પોતાના બાળકોને ફરી જોઇ શકશે નહીં. આ આત્માને ચીરી નાખે તેવું છે.
બાઇડેને રોબ એલિમેંન્ટ્રી સ્કૂલમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં બધા સૈન્ય અને નૌસેનાના જહાજો, સ્ટેશનો સહિત વિદેશોમાં બધા અમેરિકી દૂતાવાસ અને અન્ય કાર્યાલયોમાં 28 મે સુધી રાષ્ટ્રીય ધ્વજ સૂર્યાસ્ત સુધી અડધો ઝુકાવેલો રાખવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેક્સાસના ગર્વનર ગ્રેગ એબોટ સાથે વાત કરી હતી. જેથી સ્કૂલમાં થયેલા ગોળીબાર મુદ્દે સહાયતા કરી શકાય. ટેક્સાસ સ્કૂલમાં શૂટિંગ પછી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે બસ હવે ઘણું થયું. આપણામાં કાર્યવાહી કરવાનું સાહસ હોવું જોઈએ.
આ પણ વાંચો – અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 18 બાળકો સહિત 21ના મોત
અત્યાર સુધીનો સૌથી ખૌફનાફ ગોળીકાંડ
ટેક્સાસના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખૌફનાક ગોળીબારી છે. ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં આવેલી આ સ્કૂલમાં 600 બાળકો અભ્યાસ કરે છે. 18 વર્ષીય હુમલાખોરે બીજી, ત્રીજી અને ચોથી ક્લાસમાં ભણતા માસૂમોને નિશાન બનાવ્યા હતા.
દાદીને પણ મારી ગોળી
CNN ના મતે કથિત શૂટરે સ્કૂલ જતા પહેલા પોતાની દાદીને પણ ગોળી મારી હતી. આ હુમલામાં 2 પોલીસ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા છે. હુમલા પછી જો બાઈડેને એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે કે આપણે તેની સામે કાર્યવાહી કરીએ. અમારી પ્રાર્થના આજે રાત્રે બિસ્તર પર પડેલા માતા-પિતા માટે છે.
ગત સપ્તાહે પણ થઇ હતી ગોળીબારી
અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગત સપ્તાહે ન્યૂયોર્કના બફેલો શહેરના એક સુપરમાર્કેટમાં ગોળીબારી થઇ હતી. આ પછી દક્ષિણી કેલિફોર્નિયામાં એક ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના થઇ હતી. આ પછી હ્યુસ્ટનના એક વ્યસ્ત બજારમાં પણ ગોળીબારી થઇ હતી. આ હુમલાને નસ્લીય હિંસા તરીકે જોવામાં આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર