Friday, August 19, 2022

બિયર પીવાથી હ્રદય રોગથી લઈ કેન્સરને આપી શકાય છે માત, જાણો 10 ફાયદા


મુંબઇ: બિયર (Beer)નું નામ સાંભળતા જ બે વાત યાદ આવી જાય છે. પહેલા પાર્ટી અને બીજી વાત સ્વાસ્થ્યની હોય છે. ઘણીવાર લોકો ખુશીના અવસર પર બિયર પીને ઉજવણી કરે છે. કેટલાક લોકો સ્વસ્થ રહેવા માટે બિયર પીવે છે. સામાન્ય રીતે બિયરને આપણે માદક પીણું માનીએ છીએ પરંતુ જો તેનું વ્યવસ્થિત, યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખરાબ નથી.

બિયર પીનારા લાંબુ જીવે છે

યોગ્ય માત્રામાં બિયર પીવું સારું છે. દારૂ કે બિયર કે કોઈપણ માદક પીણું (Alcoholic beverage) વધારે માત્રામાં પીવું સારું નથી. મેડિકલ રિસર્ચ પણ કહે છે કે જો તમે બિલકુલ પીતા નથી તો પણ તે તમારા માટે સારું નથી. ન પીનારા અને વધુ બિયર પીનારા કરતા યોગ્ય માત્રામાં બિયર પીનારા લાંબું અને વધુ સારું જીવે છે. બિયરમાં આલ્કોહોલનું ઓછું પ્રમાણ અને વાઇન અથવા સ્પિરિટનું વધુ પ્રમાણ હોય તેને ઉત્કૃષ્ટ પીણું બનાવે છે. થોમસ જેફરસને કહ્યું કે બિયર સંયમ સાથે પીવામાં આવે તો ગુસ્સો નરમ પાડે છે, લાગણીઓને જગાડે છે અને આરોગ્યમાં સુધારો કરે છે.

બિયર કુદરતી છે

કેટલાક લોકો માને છે કે, બિયરમાં એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સ (Additives and preservatives) હોય છે. પણ સત્ય એ છે કે બિયર નારંગીના રસ અથવા દૂધની જેમ કુદરતી છે. બિયરને પ્રિઝર્વેટિવ્સની જરૂર નથી કારણ કે તેમાં આલ્કોહોલ અને હોપ્સ છે, જે બંને કુદરતી પ્રિઝર્વેટિવ્સ છે. બ્રેડની માફક જ બિયર બનાવવામાં આવે છે: તેને રાંધવામાં આવે છે અને આથો આપવામાં આવે છે પછી ફિલ્ટર અને પેક કરવામાં આવે છે.

આ પણ વાંચો: દૂધવાળી ચા પીવાથી થાય છે એસિડિટી, ટ્રાય કરો આ 4 હર્બલ ટી

બિયરમાં કેલરી ઓછી હોય છે, ચરબી કે કોલેસ્ટ્રોલ હોતું નથી

સંપૂર્ણપણે કુદરતી પીણા તરીકે બિયર ઓછી કેલરી ધરાવતું શ્રેષ્ઠ વિકલ્પ છે. જો બિયર જ તમારા પોષણનો એકમાત્ર સ્ત્રોત હોય તો તમારે તમારા કેલરીના રોજિંદા ભથ્થા (2000થી 2500) સુધી પહોંચવા માટે દર એક કલાકે પીવું પડે. બિયર કરતાં ઓછી કેલરી ધરાવતા કુદરતી પીણામાં સાદી ચા, બ્લેક કોફી અને પાણી સામેલ છે. બિયર ચરબીયુક્ત કાર્બોહાઇડ્રેટ્સ (Carbohydrates)થી ભરેલું હોવાનો પણ ખોટો મેસેજ ફરતો રહે છે. સરેરાશ બિયરમાં 12-ઔંસ પ્રતિ 12 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. ઉપરાંત, બિયરમાં ચરબી કે કોલેસ્ટ્રોલ હોતું નથી.

બિયર કોલેસ્ટ્રોલને સુધારે છે

બિયરમાં કોલેસ્ટ્રોલ (cholesterol) જ નથી હોતું. આ સાથે બિયર તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને સુધારી પણ શકે છે. નિયમિત અને યોગ્ય માત્રામાં બિયર પીવાથી તમારા એચડીએલ/એલડીએલ કોલેસ્ટ્રોલ રેશિયોને યોગ્ય રાખી શકાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ તમારી નસોમાં જમા થાય છે. જ્યારે બિયર પાવર-સિસ્ટમને ફ્લશ કરે છે અને HDL લેવલને ઉપર રાખે છે. કેટલાક અભ્યાસો અનુસાર, દિવસમાં એક બિયર તમારા HDLને 4 ટકા સુધી વધારી શકે છે.

બિયરમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન B હોય છે

આલ્કોહોલ(Alcohol)ના વિરોધી જૂથો દ્વારા આ હકીકતોને વર્ષો સુધી દબાવવા છતાં બિયર પોષણયુક્ત હોવાનું બહાર આવ્યું છે. બિયરમાં વિટામિન બીનું નોંધપાત્ર ઉચ્ચ સ્તર હોય છે, ખાસ કરીને ફોલિક એસિડ, જે હાર્ટ એટેકને રોકવામાં મદદ કરે છે. બિયરમાં ફાઇબર પણ હોય છે, જે તમારી શારીરિક સિસ્ટમમાં ચરબી જેવા બિન આરોગ્યપ્રદ જંકને શોષી લેવાની શક્યતા ઘટાડે છે.

બિયર પાણી કરતાં વધુ સુરક્ષિત 

બિયર બોટલના પાણી કરતાં પણ વધુ સુરક્ષિત છે. બિયરને ઉકાળીને બાદમાં બોટલમાં કેપ કરીને સીલ કરવામાં આવે છે. તેને સાફ અને સેફ ન રાખવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે અને વેચાણ અશક્ય બને છે. રસપ્રદ વાત એ છે કે, બિયર ખરાબ થઈ જાય છતાં પણ કોઈ જીવલેણ બેક્ટેરિયા એવો નથી કે જે બિયરમાં જીવી શકે એટલે કે ખરાબ બિયર પણ પાણી કરતાં વધુ સુરક્ષિત છે.

હ્રદય માટે ફાયદાકારક

રેડ વાઇન અને તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટને હ્રદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. રેડ વાઇન જેટલા જ એન્ટીઓકિસડન્ટ ડાર્ક બીયરમાં હોય છે. અમેરિકન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, વાઇન અન્ય પ્રકારના આલ્કોહોલિક પીણાની તુલનામાં વધુ ફાયદાકારક હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા નથી. 1999માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં રજૂ કરવામાં આવેલા અભ્યાસ મુજબ દિવસમાં ત્રણ સામાન્ય ડ્રિંકથી કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ 24.7 ટકા જેટલું ઘટી શકે છે.

કેન્સરથી આપે છે રક્ષણ

બિયરમાં ઝેન્થોહુમોલ નામનું તત્વ મળી આવે છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ એન્ડ મોલેક્યુલર ટોક્સિકોલોજીના ડો. ક્રિસ્ટોબલ મિરાન્ડાના મત મુજબ ઝેન્થોહુમોલ કેન્સર પેદા કરનારા એન્ઝાઇમ્સને અટકાવતું એન્ટિઓક્સિડન્ટ છે.

ફાંદ નીકળતી નથી

ઘણા લોકો બિયરને સ્થૂળતા સાથે જોડે છે, પણ અલગ અલગ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકો નિયમિતપણે અને મધ્યમ પ્રમાણમાં બિયર પીવે છે તેમને ફાંદ નીકળતી નથી એટલું જ નહીં તેમનું વજન મદ્યપાન ન કરનારા લોકો કરતાં ઓછું હોય છે. બિયર ચયાપચયને વેગ આપતી હોવાનું પણ જાણવા મળે છે.

Published by:Azhar Patangwala

First published:Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,439FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles