Friday, August 19, 2022

ભોજન ગળાની નીચે ઉતારવામાં તકલીફ થાય છે? હોઈ શકે છે આ ગંભીર બિમારીનું લક્ષણ


મુંબઇ: કેન્સર (Cancer) એક જીવલેણ બિમારી છે, શરૂઆતના સ્ટેજ પર તેના કોઈ લક્ષણ જોવા મળતા નથી. કેટલાક એવા કેન્સર છે, જેના નામ અવારનવાર સાંભળવા મળે છે, જેમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્કિન કેન્સર અને એસોફેગસ કેન્સર શામેલ છે. એસોફેગસ એટલે કે મોઢાને અને પેટને કનેક્ટ કરતી ફૂડ પાઈપ. આ પાઈપને ગ્રાસનળી તરીકે ઓળખવામાં આવે છે.

એસોફેગસ કેન્સરના લક્ષણો ઓળખવા ખૂબ મુશ્કેલ છે, તેના લક્ષણો ખૂબજ સામાન્ય હોય છે. આ લક્ષણો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે, જેથી યોગ્ય સમયે તેનો ઈલાજ કરી શકાય. અહીંયા એસોફેગસ કેન્સરના લક્ષણ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ભોજન ખાવામાં સમસ્યા થવી

જો તમને કંઈપણ ખાતા પીતા સમયે ગુંગળામણ, ખાંસી અથવા ભોજન ગળાની નીચે ઉતારવામાં સમસ્યા થાય, તો તે ડિસ્પેગિયાનો સંકેત હોઈ શકે છે. જે એસોફેગલ કેન્સરનું સામાન્ય લક્ષણ છે.

ક્યારેક ક્યારેક ભોજન ગળાની નીચે ઉતારવાની કોશિશ કરતા કરતા ભોજન નાક અથવા મોઢાથી બહાર આવે છે. તમે સૂઈ જાવ ત્યારે ભોજન સરળતાથી એસોફેગસમાં જાય છે, જેના કારણે આ કેન્સરના લક્ષણ વધુ ગંભીર રૂપ લઈ શકે છે.

આ પણ વાંચો: આ સંકેત મળતાં જ ચેતજો! હાડકાં નબળા પડ્યાના આ છે લક્ષણો

તેના કારણોસર ભોજન સરળતાથી ચાવી શકાતું નથી. આ સમસ્યાને કારણે વ્યક્તિ ભોજનને ચાવ્યા વગર ગળાની નીચે ઉતારવાની કોશિશ કરે છે. જેથી વધુ દુ:ખાવો થાય છે. ક્યારેક ક્યારેક વ્યક્તિને એવું લાગે છે કે, તેના ગળામાં કંઈક ફસાઈ ગયું છે. જેમ જેમ કેન્સર વધે છે, તેમ તેમ આ દુ:ખાવો વધતો જાય છે અને ગ્રાસનળી સંકોચાવા લાગે છે.

એસોફેગસ કેન્સરના લક્ષણ

ભોજન ગળાની નીચે ઉતારવામાં સમસ્યા થવી, થાક લાગવી, ઉલ્ટી થવી, એસિડ રિફ્લક્સ હાર્ટબર્ન, કફ, ભૂખ ના લાગવી, છાતીમાં દુ:ખાવો થવો, અવાજ બદલાઈ જવો.

કેન્સરના જોખમને ઓછું કરવાના ઉપાય

  • તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને એસોફેગસ કેન્સરના જોખમને ઓછું કરી શકાય છે.
  • ધુમ્રપાન, તમાકુ અને શરાબનું સેવન બિલ્કુલ પણ ના કરવું જોઈએ.
  • ફળ અને શાકભાજી જેવા સ્વાસ્થ્યપ્રદ આહારને ડાયટમાં શામેલ કરો. ડાયટમાં અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજી શામેલ કરવાથી અનેક પ્રકારના લાભ થઈ શકે છે.
  • વજન નિયંત્રિત રાખવું જરૂરી છે.

First published:

Tags: Cancer, Health Tips, Life style



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,439FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles