Friday, August 19, 2022

ઘરકામ કરનાર નોકરો સાથે કરો આવો વ્યવહાર, કરશે તમારો આદર અને દિલ દઈ કરશે કામ


How to Treat with Domestic Helpers: ઘર અને ઘર વખરીની સાફસફાઇ, રસોઈ કે બાળકોની સારસંભાળ માટે ઘણા પરિવાર ઘરકામ કરનાર લોકો (Domestic Helpers)ની મદદ લે છે. તેમને મહેનતાણું તો ચૂકવે છે, પણ સન્માન કરવાનું ભૂલી જાય છે. ક્યારેક તેઓ જાણ્યે અજાણ્યે તેમનું અપમાન પણ કરી નાખે છે. તેઓ ભૂલી જાય છે કે માનવી તરીકે આ લોકો (Domestic Staff) પણ ગૌરવ અને સન્માનનું જીવન ઇચ્છતા હોય છે. આવી સ્થિતિમાં ઘરકામ કરનારને કામ દરમિયાન પૂરતું પ્રોત્સાહન અથવા આદર ન મળવાથી તેમની કામગીરી (Work of Domestic Helpers) પર અસર પડે છે. ઘરકામ કરતી મહિલાઓ, સફાઈ કર્મચારીઓ, માળી વગેરે સાથે પ્રેમ અને સન્માન (Respect of Domestic Helpers)થી વર્તન કરવાથી કામ ઘણું સારું થાય છે. જેથી ઘરકામ કરનાર લોકો સાથે કઈ રીતે વ્યવહાર (How to Treat with Domestic Helpers) કરવો તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

ઈજ્જત સાથે વાત કરો

આદર આપવાથી આદર મળે છે. જેથી ઘરકામ કરનાર સાથે સન્માનથી વાત કરશો તો તેમના મનમાં તમારા માટે આદર વધશે. આ સાથે કામ પણ સારું થશે.

સંવેદનશીલ બનો

તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો અને કોઈપણ પ્રકારની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ રહો. તેમના ઘરમાં કોઈ બીમાર હોય કે બાળકના અભ્યાસ વગેરેમાં કોઈ સમસ્યા હોય તો તેમની મદદ કરો. આટલું જ કરવાથી તેઓ તમારા આભારી રહેશે.

બિનજરૂરી કામ ના કરાવો

તેમના પગાર કરતાં વધુ કામ ન લેવું જોઈએ. તે એક પ્રકારનું શોષણ છે. તમે મહેનતાણું ચૂકવીને તેમને ખરીદી લીધા નથી. વધુ કામ કરાવતા હોવ તો તેમને પગાર પણ વધુ આપો. જેના કારણે તેઓ સારું કામ કરશે અને તમને આદર આપશે.

તેમને યોગ્ય ડાયરેક્શન આપો

તેમને યોગ્ય ડાયરેક્શન આપી દો અને તેમની સાથે વારંવાર દલીલ કરશો નહીં. તેમની વાત સાંભળો અને ઉકેલ શોધો. તેમના કામને ચકાસવા તેમની પાછળ પાછળ ફરશો નહીં.

વિશ્વાસ રાખો

સ્ટાફ પર થોડો વિશ્વાસ બતાવવાથી તેઓ પણ તમારા વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે. આમ કરવાથી તમારા સંબંધો સારા થશે અને તેઓ તમારા ઘરનું કામ પરિવારની જેમ કરશે.

સમયાંતરે કામના વખાણ કરો

ઘરનો રસોઈયો સ્વાદિષ્ટ વાનગી બનાવે કે કંઈક સારું ખવડાવે તો તેની પ્રશંસા કરવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તેઓ વધુ સારું ભોજન રાંધવાનો પ્રયાસ કરશે. સફાઈ કર્મચારીઓ, માળીઓ સાથે પણ આવું કરી શકાય છે.

વર્ષમાં એક વખત બોનસ આપો

દર મહિને થોડા પૈસા બચાવી સ્ટાફ માટે કેટલીક ગિફ્ટ ખરીદી શકો છો. આ તેમના માટે સ્પેશિયલ બની જશે. તમે તેમને દિવાળી કે નવા વર્ષના દિવસે બોનસ પણ આપી શકો છો.

First published:

Tags: Lifestyle



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,439FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles